1000 રૂપિયા કોના એકાઉન્ટમાં તથા કેવી રીતે જમાં થશે જાણો સંપૂર્ણ માહિતી

હાલમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ 1000 ની સહાય કોને મળશે તે સૌથી અગત્ય નો સવાલ છે,

 • સરકાર દ્વારા અહીં માત્ર એટલું જણાવવામાં આવ્યું છે કે "નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ" હેઠળના કાર્ડધારકોને રૂ.1000 ની સહાય.
 • રાજ્યના 66 લાખ પરિવારોને થશે ફાયદો
 • અને ૨૦ એપ્રિલથી આ સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરાશે.
આ 66 લાખ પર્રીવાર કોણ છે તે જાણવા માટે પ્રથમ આપણે નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ ને સમજવાનો પ્રયત્ન કરીશું.
આ કાયદા મુજબ, શહેરના 50 ટકા અને ગ્રામ્ય વિસ્તારના 75 ટકા ગરીબ લોકોને રાહત દરે અનાજ આપવામાં આવે છે જેનું કાર્ડ અલગ થી નહિ પરંતુ તમારૂં રાસન કાર્ડ છે.

 • તમારી પાસે APL-1 APL-2 અથવા BPL કાર્ડ હોઈ તેમાં NFSA નો સિક્કો મારેલો હશે બસ એજ છે. નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટરાજ્યના 66 લાખ પરિવારોને થશે ફાયદો

આ 66 લાખ પરિવાર માં તમારા પરિવાર નું નામ છે કે નહિ તે જાણવા માટે આપેલ સ્ટેપ તમારે ફોલો કરવાના છે.

 • અહીં સરકારે આપેલ આંકડામાં થોડીક ભૂલ છે નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ રાજ્યના 6540450 રાશન કાર્ડ ધારકોના નામ છે.
તમારું નામ જોવા માટે સૌ પ્રથમ આપેલ લિંક ઓપન કરી
https://ipds.gujarat.gov.in/Register/frm_RationCardAbstract.aspx • સૌ પ્રથમ તમારો જીલ્લો સિલેક્ટ કરો.
 • ત્યારબાદ તમારો તાલુકો સિલેક્ટ કરો.
 • ત્યારબાદ તમારું રાશન કેન્દ્ર (ગામ) સિલેક્ટ કરો.
 • અહીં AAY APL-1 APL-2 તથા BPL ની યાદી ચેક કરો.

આ લીસ્ટમાં તમારું નામ હોય તો તમે આ 66 લાખ કાર્ડ ધારક માંના એક છો અને તમારા બેંક એકાઉન્ટમાં આ 1000 ની સહાય ના રૂપિયા જમા થવા જોઈએ

પરંતુ સવાલ એ છે કે તમે ક્યારે તમારા રાશન કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક કરાવ્યું ?

અને તમારું બેંક એકાઉન્ટ લિંક નથી તો તમારા બેંક એકાઉન્ટ માં સરકાર પૈસા કેવી રીતે નાખી શકે ?

કદાસ રાજ્ય સરકાર એવું કહે કે તમારા રાશન કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક નથી પરતું તમારા આધારકાર્ડ દ્વારા તમારું બેંક એકાઉન્ટ શોધી અને તમારા બેંક એકાઉન્ટ માં રૂપિયા ટ્રાન્સફર કરી દઈશું તો ફરી એક સવાલ ઉભો થાઈ છે કે એક આધાર કાર્ડ સાથે તો એક વ્યક્તિ ના ઘણા બધાં બેંક એકાઉન્ટ હોઈ શકે તો સરકાર ક્યાં એકાઉન્ટમાં રૂપિયા જમા કરશે.

રાજ્ય સરકાર એવું સ્પસ્ટ કરે છે કે આ સહાય માટે તમારે ક્યાંય ફ્રોમ ભરવાનું નથી અમારી પાસે 66 લાખ કાર્ડ ધારકોના ડેટા છે.
તમને શું લાગે છે તમારા બેંક એકાઉન્ટ માં રૂપિયા જમા થશે. ?

 • કારણ કે જો સરકાર તમારા બેંક એકાઉન્ટ માં પૈસા નાખવા માંગતી હોય તો તેમણે રાશનકાર્ડ ની જગ્યાએ "નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ" શબ્દ કેમ નાં વાપર્યો.


શું પબ્લિક ને સમજાઈ એવી ભાષાનો સરકારે પ્રયોગ કરવો નહોતો જોઈતો.?

આ જાહેરાત મુખ્યમંત્રી જાતે પણ કરી શકતા હતા તો પછી તેમના સચિવ અશ્વિનીકુમાર દ્વારા કેમ જાહેરાત કરવામાં આવી.

આ મુદ્દા પર સવાલ એ માટે ઉઠાવવામાં આવે કેમ કે આ વાત 1000 રૂપિયાની નથી પરંતુ 660 કરોડ રૂપિયાની છે,

આમ નાગરિક એવું વિચારે છે કે આ 1000 રૂપિયા માટે કોણ ફરિયાદ કરે પરંતુ આ 1000 રૂપિયા 66 લાખ એકાઉન્ટ માં જાય ત્યારે 660 કરોડ રૂપિયા થાય છે તો આ 660 કરોડ રૂપિયા તમામ ખાતા ધારકો ના બેંક એકાઉન્ટ માં જમાં થયા છે કે નહિ તેનો હિસાબ શું રાજ્ય સરકાર આપશે.

 • તમે સવાલ ત્યારે ઉઠાવી શકો જ્યારે તમે માહિતી થી વાકેફ હોવ

પરંતુ રાશન કાર્ડ ની જગ્યાએ "નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ" શબ્દ વાપરવામાં આવે તો રાજ્યની 99% જનતા ને તો ખબર જ નથી પડવાની કે આ એક્ટ છે શું અને આનો લાભ કોને મળવાનો છે

જયારે તમે જાણતા જ નથી કે તમેં આ યોજનાના લાભાર્થી છો કે નહી તો પછી તમારા બેંક એકાઉન્ટ માં રૂપિયા આવે કે નાં આવે તમને ક્યાંથી ખબર પડવાની.

 • મીડિયા એ પબ્લિક ને જાણ કરવી જોઈતી હતી કે નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ એટલે કે રાશન કાર્ડ પરતું કોઈ પણ મીડિયા એ એવું નથી કહ્યું કે આ નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ છે શું અને આ 66 લાખ કાર્ડ ધારકો કોણ છે,

માટે આ મુદ્દો અમે તમારા સુધી લાવ્યા છે કે પબ્લિક જાગૃત થાય અને સરકાર દ્વારા કરવામાં આવતી સહાય ની જાહેરાત તમારા બેંક એકાઉન્ટ માં પણ આવે....

અમે બસ આ માહિતી થી તમને માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો છે અને આશા રાખીએ છે કે તમે આ માહિતી ને અન્ય સુધી પહોંચાડશો.

આ પણ જુવો: 

પહેલાના સમયમાં પબ્લિક ના પ્રશ્નો મીડિયા સરકાર સુધી પહોંચાડતી હતી પરતું હવે કઈક ઉલટું જ થઈ રહ્યું છે હવે મીડિયા સરકાર ની વાત પબ્લિક સુધી પહોંચાડે છે તે ની પાછળ કેટલી હકીકત છુપાયેલી છે તે કોઈ જ નથી જણાવતું અને આમ પબ્લિક મીડિયા જે કહે તે માની લેય છે.

એક સામાન્ય નાગરિક તરીકે મારી આપને વિનંતી છે કે મીડિયાની દરેક વાત પર વિશ્વાસ નાં કરો થોડુક તર્ક કરતા શીખો કારણ કે હવે મીડિયા ભરોસા ને લાયક રહી નથી. અંધ ભક્ત નાં બનો

 • આ પોસ્ટ ને અનુરૂપ તમારો કોઈપણ સવાલ હોય તો અમને નીચે કમેન્ટ બોક્સમાં લખી જણાવો. અને આ માહિતી થી તમામ ને માહિતગાર કરો.....


નીચે આપેલ આઇકોન પર ક્લિક કરી આ પોસ્ટ ને તમારા સોસીયલ મીડિયા પર શેર કરો.

Post a Comment

2 Comments

 1. તમારી કામગીરી કાબીલ એ દાદ છે ખરેખર, પણ અમુક લાભાર્થી ને પાત્ર લોકો આ વંચીત રહી જાય તેવી આ કામગીરી છે. અમારા જ ગામનું લીસ્ટ ચેક કર્યું જેમાં ૭૦ વિઘા જમીનનો માલીક bpl & nfsa છે જ્યારે અમુક અત્યંત કફોડી હાલતના પરીવારો non nfsa દેખાઇ આવે છે

  ReplyDelete
 2. મારી કામગીરી કાબીલ એ દાદ છે ખરેખર, પણ અમુક લાભાર્થી ને પાત્ર લોકો આ વંચીત રહી જાય તેવી આ કામગીરી છે. અમારા જ ગામનું લીસ્ટ ચેક કર્યું જેમાં ૭૦ વિઘા જમીનનો માલીક bpl & nfsa છે જ્યારે અમુક અત્યંત કફોડી હાલતના પરીવારો non nfsa દેખાઇ આવે છે

  ReplyDelete